Rechercher dans ce blog

Sunday, November 5, 2023

Diwali Recipes: દિવાળી અને નવા વર્ષ માટે માત્ર 20 જ મિનિટમાં તૈયાર કરો આ સ્વાદિષ્ટ નાસ્તા અને મીઠાઈ, જાણો ર... - News18 ગુજરાતી

હિન્દૂ ધર્મના લોકો આખું વર્ષ દિવાળીની આતુરતાથી રાહ જોતા હોય છે. દિવાળીની તૈયારીઓ મહિનાઓ અગાઉથી જ શરૂ થઈ જાય છે. માત્ર હિન્દુઓ જ નહીં, બૌદ્ધ, જૈન, શીખ સહિત તમામ ધર્મના લોકો આ તહેવારને ખૂબ જ ખાસ રીતે ઉજવે છે. દિવાળીના દિવસે આપણે માં લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા કરીએ છીએ.

દિવાળી દિવસે આપણે દીવા પ્રગટાવીને અંધકારને દૂર કરવા સાથે ફટાકડા ફોડીને તહેવારની ઉજવણી કરીએ છીએ. પરંતુ કેટલીકવાર બીજા બધા કામમાં આપણે ખૂબ થાકી જતા હોવાના કારણે સ્વાદિષ્ટ વાનગીઓ તૈયાર નથી કરી શકતા અને બધી વાનગીઓ બજારથી મંગાવવી પડે છે. જો તમારી સાથે પણ આવું થાય છે, તો આ આર્ટિકલ તમારી સમસ્યાને દૂર કરી શકે છે. આજના આ આર્ટિકલમાં અમે તમારા માટે આવી જ કેટલીક વાનગીઓ લાવ્યા છીએ, જેમાત્ર 20 મિનિટમાં તૈયાર કરી શકાય છે.

મમરાના લાડુ


મમરાના લાડુ દિવાળીના નાસ્તા માટે બેસ્ટ ઓપ્શન હોઈ શકે છે. મમરાના લાડુ ખાવામાં સ્વાદિષ્ટ હોવાની સાથે તેની રેસિપી પણ ખૂબ જ સરળ છે. મમરાના લાડુ તમે લાંબા સમય સુધી સ્ટોર કરી શકો છો.

મમરાના લાડુ બનવાની સામગ્રી


મમરા - 500 ગ્રામ
ગોળ - 400 ગ્રામ
ઘી - 6 ચમચી
એલચી પાવડર - 2 ચમચી

આ પણ વાંચો: Diabetes: ડાયાબિટીસ કંટ્રોલ કરવા માટે રોજ રાતે ચાવી લો આ ફળનું પાન, સુગર લેવલ નેચરલી થશે ડાઉન

મમરાના લાડુની રેસિપી


- મમરાના લાડુ બનાવવા માટે સૌપ્રથમ એક બાઉલમાં મમરા કાઢીને સાફ કરી લો.
- હવે ગોળના ટુકડા કરી લો અને તેને બાજુમાં રાખો અને ગેસ પર કઢાઈને ગરમ કરો.
- હવે કઢાઈમાં ઘી અને એલચી પાવડર નાંખો અને તેમાં પાણી ઉમેરીને ઉકાળો.
- હવે ચાસણી બનવા લાગે ત્યારે તેમાં મમરા નાંખીને તેને હલાવતા રહો.
- હવે તેને લગભગ 5 મિનિટ સુધી ગરમ થવા દો અને બાદમાં ગેસ બંધ કરી દો. આ મિશ્રણ થોડું ઠંડુ થાય એટલે તેમાંથી લાડુ બનાવી લો.

સંદેશ


સંદેશ એક બંગાળી મીઠાઈ છે, જે સમગ્ર ભારતમાં ખવાય છે. સંદેશ બનાવવા માટે કોટેજ પનીરનો ઉપયોગ થાય છે. ત્યારે દિવાળી અને નવા વર્ષના તહેવાર દરમિયાન આ મીઠાઈ નાશતાની થાળીમાં ચાર ચાંદ લગાવી દેશે.

સંદેશ બનાવવા માટે સામગ્રી


ગાયનું દૂધ - 1 લિટર
પાણી - 2 લિટર
ખાંડ - અડધો કપ
કોર્ન સ્ટાર્ચ - 2 ચમચી
કેસર સોલ્યુશન - ગાર્નિશ માટે

સંદેશની રેસિપી


- સૌપ્રથમ એક વાસણમાં પાણી લો અને તેમાં વિનેગર મિક્સ કરો.
- હવે ગેસ પર એક વખત દૂધ ઉકાળીને ગેસ બંધ કરી દો.
- તેમાં પાતળો વિનેગર ઉમેરો અને દૂધ ફાટે ત્યાં સુધી હલાવો. હવે છેનાને ઠંડુ કરવા માટે પાણી ઉમેરો. ત્યારબાદ મલમલના કપડાથી છેનાને બહાર કાઢો.
- પાણી નિચોવીને છેનાને એક મોટી થાળીમાં બહાર કાઢો. હવે તેમાં ખાંડ મિક્સ કરીને છેના તૈયાર કરો પછી એક કઢાઈમાં તેને 5 મિનિટ ગરમ કરો.
- એક પ્લેટમાં કાઢીને તેમાં એલચી પાવડર નાખીને ઠંડુ થવા માટે રાખો. ત્યાર બાદ નાના-નાના બોલ બનાવી તેમાં કેસર નાખી સર્વ કરો.

આ પણ વાંચો: Health: શિયાળામાં આ લીલા પાનનું સેવન દવા કરતાં વધુ છે અસરકારક, ડાયાબિટીસથી બચાવશે અને પાચન પણ રહેશે ટનાટન

ફુદીના સેવ


ફુદીનાનો ઉપયોગ સામાન્ય રીતે ચટણી, પરાઠા કે ચાટમાં થાય છે, પરંતુ શું તમે તેની સેવ ખાધી છે? જો ન ખાધી હોય તો આ દિવાળીએ જરૂરથી બનાવવી જોઈ. આ રેસિપી પણ 20 મિનિટમાં ટીયર થઇ જાય છે.

ફુદીના સેવા બનાવવાની સામગ્રી


ફુદીનો - 1 કપ (પીસેલો)
લીલા મરચા - 2
લસણ - 5 લવિંગ
શેકેલું જીરું - 2 ચમચી
પાણી - જરૂરિયાત મુજબ
ચણાનો લોટ - 3 કપ
હીંગ - 1/2 ચમચી
મીઠું - 1 ચમચી
અજમો - 1 ચમચી
લાલ મરચું - 1 ચમચી
તેલ - 2 ચમચી

ફુદીનાની સેવ બનાવવાની રેસિપી


- ફૂદીનો, લીલું મરચું, લસણ અને શેકેલું જીરું મિક્સર નાંખીને તેની પેસ્ટ બનાવો. જેમાં તમે જરૂર મુજબ પાણી ઉમેરીને પેસ્ટ સ્મૂધ બનાવી શકો છો.
- હવે એક વાસણમાં ચણાનો લોટ લઈને તેમાં ફૂદીનો ઉમેરો.
- હવે તેમાં હિંગ, મીઠું અને અન્ય મસાલા નાંખીને બરાબર મિક્સ કરી લો અને તેમાં પાણી ઉમેરીને બેટર બનાવો.
- હવે સેવ તળવા માટે એક કઢાઈમાં તેલ ગરમ કરો.
- હવે આ લોટને સેવ બનાવવાના મશીનમાં નાંખીને ગરમ તેલમાં સેવ પાડો અને તળો.
- હવે તમારી ફુદીના સેવ તૈયાર છે.

તમે અહીં જણાવેલી સામગ્રી અને રેસિપીની મદદથી સરળતાથી ઓછા સમયમાં નાસ્તો અને મીઠાઈ બનાવીને દિવાળીમાં મહેમાનોને પીરસી શકો છો.

First published:

Tags: Diwali, Diwali 2023, Diwali snacks, Healthy snacks, Life18, Lifestyle, Lifestyle gujarati news, Lifestyle tips, Recipes, Snacks, Spicy recipe, Tasty Recipe

Adblock test (Why?)


Diwali Recipes: દિવાળી અને નવા વર્ષ માટે માત્ર 20 જ મિનિટમાં તૈયાર કરો આ સ્વાદિષ્ટ નાસ્તા અને મીઠાઈ, જાણો ર... - News18 ગુજરાતી
Read More

No comments:

Post a Comment

Americans will spend more on Super Bowl snacks in this year's strong economy - Quartz

Kansas City Chiefs fans are ready Super Bowl LVIII Image: William Purnell (Reuters) The economy is looking good —even better than ec...